મારા પ્રેમ ની ભાષા ક્યારેક મને જ ના સમજાય તો..
હું કહું એને પ્રેમ્,એની વ્યાખ્યા રોજ રોજ બદલાય તો..
રોજ થાય પ્રેમ્, અને પછી એ વધ્યા કરે,
આ રોજ ની વધ્-ધટ કોઇ માપણા થી મપાય તો..
પ્રેમ તો સાવ સીધો ને સહેલો છે “પુરાતન”.
મારું માથું તારા ખોડા માં અને દુનિયા પુરી થાય તો..