અટકેલા સ્વાસ……
September 5, 2009
લાખો કલ્પનાઓ અટકેલી આંખો મહી આ પ્યાસ છે.
નક્ષાઓ માં ભટકતો ફરુ, કયા રસ્તા ની તલાશ છે.
એટલે જ પુનર્જન્મ માં માનતો થયો હું “પુરાતન”
સુધાર્વી છે આ જનમ માં જે કચાસ છે..
પ્રેમ ની ભાષા
October 11, 2008
દિલની વાત
September 28, 2007
દિલની અઁદર થી કોઇ વાત નિકડતી નથી,
કે હવે મુજને મારી ખબર મડતી નથી.
હતુઁ કલ્પના નુઁ આકાશ અને ખયાલો ની દુનિયા,
મને હવે ગઝલ લખવાની પ્રેરણા મડતી નથી.
પ્રેમી “પુરાતન” એ હતો અને પૈસો “પુરાતન” આ છે,
કોણ જાણે કેમ.? કોઇની નજર હવે દિલ ને અડતી નથી.
દુનીયા આખી થઇ ગઇ છે તાડા માઁ બઁધ,
ખોવાઇ ગઇ છે ચાવિ, હવે ઉઘડતી નથી.
સસ્તા આઁસુ..
February 11, 2007
…પ્રેમ…
January 6, 2007
લોકો બધા અહિઁ પ્રેમ માઁ પડે છે કેમ..?
પારો બધા ને પ્રેમ નો અહિઁયાઁ ચડે છે કેમ..?
પ્રેમ પર હોય છે ખુબ વિશ્વસ શરૂઆત માઁ.
આખરે બધાને દુનિયા નડે છે કેમ..?
કહે છે ખુશ છિએ અને રડ્યા કરે છે..
અરે.! પ્રેમ માઁ બધા રડે છે કેમ..?
પ્રેમ પર ક્યારેય દુ:ખ ના આવવુઁ જોઇએ.
એમ કહિ બધા અહિઁ બડે છે કેમ..?
પ્રેમ ને દુ:ખ સુખ થી કોઇ નિશ્બત નથિ,
ઇશ્વર તુ બધા ને છડે છે કેમ..?
છે ખરેખર જોખમિ આ પ્રેમ જો..,
તોય “પુરાતન” બધાને એ પરવડે છે કેમ..?
“પુરાતન્ ખંડેર”
December 26, 2006
બંધ ઘર ના દરવાજા મા કોઇ રોજ તકોરા મારે છે.
પુછે છે એક જ સવાલ ઓલા “પુરાતન” હવે કયાં રહે છે..
જવાબ મા હું કહુ છું, બધા સુખિ લોકો દફન થઇ ગયા,
એ બિલ્ડિંગ માં અન્ડરગ્રાઉન્ડ છે, એ ભાઇ હવે ત્યાં રહે છે..
Who am !…
November 30, 2006
હુ હાર છુ અને જીત પણ,
હુ પ્રેમ છુ અને પ્રિત પણ.
કોઇના કેહવા થી થોભતો નથી…
કવિતા નો શબ્દ છુ અને,
ગઝલો નુ સંગીત્ત પણ.
શું જાણસો તમે મને..?
મને જાણવો મુશ્કેલ છે
કયારેક હું સાવ સરળ છું,
અને કયારેક ના સમજાય એવિ રીત પણ્.
હું શું છું અને કેવો છું..?
કોઇ સમજી શક્યું નથિ.
ક્યારેક કોઇને ગમતો નથિ
ક્યારેક સૌને ગમતું ગીત પણ.
પ્રેમ કરવા આ ધરતી પર આવ્યો છું,
સૌ માતે પ્રેમ નો સંદેષ લાવ્યો છું.
ક્યારેક હું કાંઇ નથિ “પુરાતન”
અને ક્યારેક કોઇનો મીત પણ્.
