અટકેલા સ્વાસ……

લાખો કલ્પનાઓ અટકેલી આંખો મહી આ પ્યાસ છે.
નક્ષાઓ માં ભટકતો ફરુ, કયા રસ્તા ની તલાશ છે.

એટલે જ પુનર્જન્મ માં માનતો થયો હું “પુરાતન”
સુધાર્વી   છે  આ  જનમ માં  જે   કચાસ   છે..

Advertisements

પ્રેમ ની ભાષા

મારા પ્રેમ ની ભાષા ક્યારેક મને જ ના સમજાય તો..
હું કહું એને પ્રેમ્,એની વ્યાખ્યા રોજ રોજ બદલાય તો..

રોજ થાય પ્રેમ્,  અને પછી એ વધ્યા કરે,
આ રોજ ની વધ્-ધટ કોઇ માપણા થી મપાય તો..

પ્રેમ તો સાવ સીધો ને સહેલો છે “પુરાતન”.
મારું  માથું તારા ખોડા માં અને દુનિયા પુરી થાય તો..

દિલની વાત

heart.jpg

દિલની અઁદર થી કોઇ વાત  નિકડતી નથી,
કે હવે મુજને મારી ખબર મડતી નથી.

હતુઁ કલ્પના નુઁ આકાશ અને ખયાલો ની દુનિયા,
મને હવે ગઝલ લખવાની પ્રેરણા મડતી નથી.

પ્રેમી “પુરાતન” એ હતો અને પૈસો “પુરાતન” આ છે,
કોણ જાણે કેમ.? કોઇની નજર હવે દિલ ને અડતી નથી.

દુનીયા આખી થઇ ગઇ છે તાડા માઁ બઁધ,
ખોવાઇ ગઇ છે ચાવિ, હવે ઉઘડતી નથી.

સસ્તા આઁસુ..

eye.jpg

બધા જુના દુ:ખો માટે એક સાથે રોઇ નાખે,
અને થોડિ વાર મા દુ:ખો ભુલી પાછા હસ્તા..

હાસ્ય ને દુ:ખ કુદરત નો નિયમ છે “પુરાતન”,
માણસ ના આઁસુ કેમ આટલા સસ્તા..?

…પ્રેમ…

લોકો બધા અહિઁ પ્રેમ માઁ પડે છે કેમ..?
પારો બધા ને પ્રેમ નો અહિઁયાઁ ચડે છે કેમ..?

પ્રેમ પર હોય છે ખુબ વિશ્વસ શરૂઆત માઁ.
આખરે બધાને દુનિયા નડે છે કેમ..?

કહે છે ખુશ છિએ અને રડ્યા કરે છે..
અરે.! પ્રેમ માઁ બધા રડે છે કેમ..?

પ્રેમ પર ક્યારેય દુ:ખ ના આવવુઁ જોઇએ.
એમ કહિ બધા અહિઁ બડે છે કેમ..?

પ્રેમ ને દુ:ખ સુખ થી કોઇ નિશ્બત નથિ,
ઇશ્વર તુ બધા ને છડે છે કેમ..?

છે ખરેખર જોખમિ આ પ્રેમ જો..,
તોય “પુરાતન” બધાને એ પરવડે છે કેમ..?

“પુરાતન્ ખંડેર”

બંધ ઘર ના દરવાજા મા કોઇ રોજ તકોરા મારે છે.
પુછે છે એક જ સવાલ ઓલા “પુરાતન” હવે કયાં રહે છે..

જવાબ મા હું કહુ છું, બધા સુખિ લોકો દફન થઇ ગયા,
એ બિલ્ડિંગ માં અન્ડરગ્રાઉન્ડ છે, એ ભાઇ હવે ત્યાં રહે છે..

Who am !…

હુ હાર છુ અને જીત પણ,
હુ પ્રેમ છુ અને પ્રિત પણ.
કોઇના કેહવા થી થોભતો નથી…
કવિતા નો શબ્દ છુ અને,
ગઝલો નુ સંગીત્ત પણ.

શું જાણસો તમે મને..?
મને જાણવો મુશ્કેલ છે
કયારેક હું સાવ સરળ છું,
અને કયારેક ના સમજાય એવિ રીત પણ્.

હું શું છું અને કેવો છું..?
કોઇ સમજી શક્યું નથિ.
ક્યારેક કોઇને ગમતો નથિ
ક્યારેક સૌને ગમતું ગીત પણ.

પ્રેમ કરવા આ ધરતી પર આવ્યો છું,
સૌ માતે પ્રેમ નો સંદેષ લાવ્યો છું.
ક્યારેક હું કાંઇ નથિ “પુરાતન”
અને ક્યારેક કોઇનો મીત પણ્.

Create a free website or blog at WordPress.com.

Up ↑